Jan 082008
 

આ પહેલાં આપણે એક એટીએમ જોયું જે ફક્ત તાડ જેવા ઊંચા માણસો માટે બન્યું હોય! તે જોઈને ઘણાને હસવું આવ્યું… કેટલાક વિચારમાં પડી ગયા કે આમાં બેલેન્સ કેવી રીતે જોવી? નોટો ઉડવા મંડે તેનું શું? તો કેટલાક લોકોને તેમાં ધંધાની તક દેખાણી: અહીં એક સ્ટુલ મૂકીને એક છોકરાને બેસાડી દઈ પાટિયું મારી દઈએ કે એટીએમ વાપરવા માટે સ્ટુલ ભાડેથી મળશે. એક ટ્રાન્જેસ્શનના ૧૦ રુપિયા! સિનિયર સિટિઝનને ૫૦% ડીસ્કાઉન્ટ! તો સાંજ સુધીમાં સારી એવી કમાણી થાય!

પણ આજે આપણે જે એટીએમની વાત કરવાના છીએ તે વાપરવા માટે સ્ટુલ પણ કામ ન આવે અને ઠેકડા મારીને પણ અહીં કામ ન થાય…

ભેજું જોઈએ ભેજું… છે? તો કસો. તમારી પાસે ૩૦ સેકન્ડનો સમય છે!

આમાંથી પૈસા કાઢી બતાવો


  4 Responses to “એટીએમ: આમાંથી પૈસા કાઢી બતાવો”

  1. લો હવે રૂપીયા ઉપાડવા જવા માટે ગણિત શીખીને જવાનું!!! આ એ.ટી.એમ બનાવનારે વિચાર્યું હશે કે રૂપીયા ઉપાડનારને ગણિત નહીં આવડતું હોય તો ઉપાડેલા રૂપીયા ગણશે કેવી રીતે?? એટલે પહેલાં ગણિત શીખો પછી આવો!!! :)

  2. હવે આ ૩૦ સેકન્ડ નો સમય તો ભઈ શા’બ બહુ ઓછો કે’વાય હો…!!:-))

  3. =))

  4. Person has to take computer with him, or at least a scientific calculator.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME