FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

આવું કેમ થાય છે?

with 2 comments

  • જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
  • સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
  • જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
  • જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
  • નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
  • નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
  • જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
  • થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
  • ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

January 7th, 2008 at 5:39 pm

2 Responses to 'આવું કેમ થાય છે?'

Subscribe to comments with RSS or TrackBack to 'આવું કેમ થાય છે?'.

  1. આ મશીનવાળી વાત પરથી બીજી વાત યાદ આવી… કોઇ જેન્યુઈન એરર ગમે તેટલું માથુ અફાળવા છતાં સોલ્વ થતી ન હોય અને પ્રોજેક્ટ મેનેજરને એક્ષ્પ્લેનેશન આપતા હોય અને રીપ્રોડ્યુસ કરવા બેસીએ એની સામે ત્યારે જ અચાનક એ એરર ગાયબ થઈ જાય અને કોડ બરાબર ચાલવા માંડે !!!! :D

  2. આ છેલ્લા માટે–બોસ પાછા ત્યારે ના બોલાવે જ્યારે આપડે ફ્રી હોઇયે!! ત્યારે જ બોલાવે જ્યારે આપડે કાઈબી કામ કરતા હોઇયે..પછી ભલે ને ચ્હા જ ના પીતા હોઇયે!!!!!

    Jalashree Pandya

    21 Jan 08 at 5:43 pm

Leave a Reply