- જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
- સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
- જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
- જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
- નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
- નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
- જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
- થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
- ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.
આ મશીનવાળી વાત પરથી બીજી વાત યાદ આવી… કોઇ જેન્યુઈન એરર ગમે તેટલું માથુ અફાળવા છતાં સોલ્વ થતી ન હોય અને પ્રોજેક્ટ મેનેજરને એક્ષ્પ્લેનેશન આપતા હોય અને રીપ્રોડ્યુસ કરવા બેસીએ એની સામે ત્યારે જ અચાનક એ એરર ગાયબ થઈ જાય અને કોડ બરાબર ચાલવા માંડે !!!!
આ છેલ્લા માટે–બોસ પાછા ત્યારે ના બોલાવે જ્યારે આપડે ફ્રી હોઇયે!! ત્યારે જ બોલાવે જ્યારે આપડે કાઈબી કામ કરતા હોઇયે..પછી ભલે ને ચ્હા જ ના પીતા હોઇયે!!!!!