ચાલો બનીએ નેટસૅવિ (૩)
પ્રિય મિત્રો,
આજે ‘નેટસૅવિ’ના ત્રીજા મણકામાં આપણે નાનકડી પણ ખૂબજ ઉપયોગી એવી યુટિલિટિ વિશે જાણીશું.
ઘણી વખત આપણે આપણાં બ્લોગ પર સંસ્કૃતના મંત્રો કે શ્લોકો તેમજ હિન્દી/ઉર્દુમાં લખેલી શાયરી/ગઝલો મૂકતા હોઈએ છીએ ત્યારે આપણી ઇચ્છા ગુજરાતી લિપિમાં મૂકવાની હોવા છતાં ફરીથી ટાઈપ કરવાની પળોજણમાં પડવાને બદલે તેમની તેમ મૂકી દેતા હોઈએ છીએ.
પણ હવે ‘નેટસૅવિ’ના વાચકો એવું નહી કરે. તેઓ ભોમિયો નામની સર્ચ સાઈટની ‘ટ્રાન્સ-લિટરેશન‘નો ઉપયોગ કરીને તેઓ તેમને જોઈતી લિપિમાં બદલાવી શકશે. ભોમિયો એકદમ સરળ છે. જે તે પેજનું એક બટન દબાવતાં આપણને જોઈતી ભાષા જેવીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, ઉડિયા, કન્નડ તેમજ સિંહાલી લિપિમાં રુપાંતર કરી આપે છે!
ભોમિયો ઉપરાંત ‘ગિરગિટ‘ પણ આવી સગવડ આપે છે.
જત ઉમેરવાનું કે… ભોમિયોનાં એક્ષ-લિટરેશનમાં પેજનું એડ્રેસ લખી, જોઈતી ભાષા સિલેક્ટ કરી “Go”નું બટન દબાવતાં આખે આખું પેજ/સાઈટનું રુપાંતરણ કરી આપશે જ્યારે ગિરગિટમાં જોઈતા ફકરા કોપી/પેસ્ટ કરી રુપાંતર કરી શકાશે.
‘તડાફડી’ હિન્દીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.
જત ઉમેરવાનું કે કોઈ અકળ કારણસર ભોમિયો સાઈટ હમણાં બંધ છે તો ટ્રાન્સલિટરેશન માટે આપ આ સાઈટનો ઉપયોગ કરી શકો છો: http://girgit.chitthajagat.in
આપના અભિપ્રાય અને ખાસ કરીને આપને પજવતા પ્રશ્નો અને આપના અનુભવો મને વિના સંકોચે લખશો જેથી આગળ ઉપર કયા વિષયો લેવા તે જાણી શકું.
આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૨) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

અનિમેષ ભાઈ,
ખૂબ સરસ વિભાગ ચાલુ કર્યો છે તમે.. અવનવું જાણવાને શીખવા મળશે..
વાહ અનિમેષભાઈ,
આવું તો લગભગ થાય જ છે… અને કેમ એ તો ખબર પડતી જ નથી….
વળી આ ભોમિયો વાળું તો ખરું ઉપયોગી થઈ પડશે… આભાર.
ધન્યવાદ અનિમેષભાઇ,
આપના આ વિભાગથી મને ખુબજ ફાયદો થયો છે. હું જાણતો ન હતો કે આ રીતે એકદમ સરળતાથી બે ભાષાઓ વચ્ચે રૂપાંતરણ કરી શકાય. હું હવે મારો ઘણો સમય બચાવી શકુ છું.
આપના આ વિભાગથી આ રીતે જ અમો બધાને જ્ઞાન આપતા રહેશો
આને ટેકનિકલ ભાષામાં ટ્રાન્સલિટરેશન કહે છે. સરસ પોસ્ટ.
you are really doing a ver very god job…..
My good wishes always with you animesh….
ALL THE BEST….