પ્રિય મિત્રો,

આજે ‘નેટસૅવિ’ના ત્રીજા મણકામાં આપણે નાનકડી પણ ખૂબજ ઉપયોગી એવી યુટિલિટિ વિશે જાણીશું.

ઘણી વખત આપણે આપણાં બ્લોગ પર સંસ્કૃતના મંત્રો કે શ્લોકો તેમજ હિન્દી/ઉર્દુમાં લખેલી શાયરી/ગઝલો મૂકતા હોઈએ છીએ ત્યારે આપણી ઇચ્છા ગુજરાતી લિપિમાં મૂકવાની હોવા છતાં ફરીથી ટાઈપ કરવાની પળોજણમાં પડવાને બદલે તેમની તેમ મૂકી દેતા હોઈએ છીએ.

પણ હવે ‘નેટસૅવિ’ના વાચકો એવું નહી કરે. તેઓ ભોમિયો નામની સર્ચ સાઈટની ‘ટ્રાન્સ-લિટરેશન‘નો ઉપયોગ કરીને તેઓ તેમને જોઈતી લિપિમાં બદલાવી શકશે. ભોમિયો એકદમ સરળ છે. જે તે પેજનું એક બટન દબાવતાં આપણને જોઈતી ભાષા જેવીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, ઉડિયા, કન્નડ તેમજ સિંહાલી લિપિમાં રુપાંતર કરી આપે છે! Continue reading »

 
  • જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
  • સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
  • જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
  • જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
  • નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
  • નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
  • જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
  • થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
  • ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME