Jan 052008
 

ભટિંડાના સરદારજીના પગનાં સાંધાઓ દુઃખતા હતા એટલે ડૉકટર પાસે ગયા. ડૉકટરે તેમને તપાસી નિદાન કર્યું: ”કોઈ રોગ નથી. ફક્ત વજન વધી ગયું છે તેને કારણે આ દુઃખાવો થાય છે, સરદારજી, એક કામ કરો દરરોજ આઠ કિલોમીટર ચાલવાનું રાખો. અને તે સિવાય કોઈ સમસ્યા હોય તો મને કહો.”

ડૉકટર પાસેથી ગયા પછી છેક ૩૦૦માં દિવસે સરદારજીનો ફોન આવ્યો: ”ડૉકટર, એક સમસ્યા છે.”

ડૉકટર: ”શું?”

સરદારજી: “આ લોકો શું બોલે છે તે મને સમજાતુ નથી.”

ડૉકટર એક વખત તો વિચારમાં પડી ગયા, પછી બોલ્યા: ”પહેલાં એ કહો સરદારજી… કે લોકો શું બોલે છે તે તમને સંભળાય તો છે ને?”

સરદારજી: “હા”

ડૉકટર: “કંઇ વાંધો નહીં, તમારી આજુબાજુમાં કોઈ હોય તો તેની સાથે મને વાત કરાવો”

સરદારજી: “છે ને… આ લો વાત કરો.” સરદરજીએ પાસે ઉભેલી વ્યક્તિની ડૉકટર સાથે વાત કરાવીને ડૉકટરને પૂછ્યું: ”તમને સમજાણું…”

ડૉકટર હસવાનું રોકી શકતા નહોતા. કેટલીવારે માંડ હસવાનું રોકીને ડૉકટર એટલું જ બોલ્યા: ”સરદારજી, આ તો મદ્રાસી છે!”

(રુપલબેન શાહ દ્વારા મોકલાવેલ જોક, થોડા ફેરફાર સાથે. રુપલબેનનો આભાર!)

  3 Responses to “આજની જોક: ભટિંડાથી…”

  1. that’s y he is saradarji

  2. એક વખત સાંધાનો દુઃખાવો ચાલુ થયા પછી ચોવીસ ડગલા ચાલીને શેરીને નાકે જવાતું નથી અને આ ભાયડો ૨૪૦૦ કિલોમીટર ચાલીને ભટિંડાથી મદ્રાસ પહોંચી ગયો?

    ગજબ કહેવાય!

  3. અરે!! આ તો કમાલ કરી દીધી!! રુપલબેન ને કહો કે આવા જોક્સ મોકલાવતા રહે!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME