ચાલો બનીએ નેટસૅવિ (૨)

By વિનય ખત્રી, January 5, 2008 6:33 pm

પ્રિય મિત્રો,

ગઈ કાલની નેટસૅવિ વાંચીને કોણ કઈ વેબસાઈટના અતીતમાં ગયા’તા તે મને ગઈકાલની પોસ્ટ પર લખી જણાવજો.

ગઈ કાલનો વિષય ભૂતકાળ હતો, આજનો વિષય ભવિષ્યકાળ છે, ગઈ કાલનો વિષય ફક્ત વેબસાઈટને લગતો હતો, આજનો વિષય વર્ડપ્રેસ બ્લોગને લગતો છે.

ધારો કે… બ્લોગ જગતના મિત્રોને નવા વરસના સાલ મુબારક રાત્રે ૧૨ વાગ્યે કરવા છે. નૂતન વર્ષાભિનંદન વાળી પોસ્ટ રાત્રે ૧૨ વાગ્યે પબ્લિશ કરવી છે અને ન્યુ યર પાર્ટીમાં પણ જવાનું છે. શું કરશો?

ધારો કે… આપ દરરોજ સવારે ૮ વાગે પોસ્ટ મૂકો છો. બે દિવસ બહાર ગામ જવાના છો. બંને દિવસની પોસ્ટ પહેલેથી લખી રાખી છે તે તેના નિયત સમયે પબ્લિશ થવી જોઈએ તો તે માટે શું કરશો?

જવાબ છે આજની આ વર્ડપ્રેસ બ્લોગર્સ ટીપ: એડિટ ટાઈમ સ્ટેમ્પ!

નોંધ: એડિટ ટાઈમ સ્ટેમ્પ વાપરતાં પહેલાં આપના વર્ડપ્રેસનો સમય આપના સ્થાનિક સમય સાથે મેળવી લો. તે માટે વર્ડપ્રેસના ડેશબોર્ડ પર Options પર ક્લિક કરી General Optionsમાં નીચે Date and Time માં જુઓ..

General Options

અહીં 5:33 pm લખ્યું છે ત્યાં આપનો સ્થાનિક સમય હોવો જોઈએ. અને જો તે ન હોય તો 5.5 લખ્યું છે ત્યાં આપના સ્થાનિક સમય અને જી.એમ.ટી. વચ્ચેનો તફાવત લખો. અહીં ભારત માટે તે સાડા પાંચ કલાક એટલે મેં 5.5 લખ્યું છે. આટલું થયા પછી Update Optionsનું બટન દબાવીને ચેક કરીલો કે હવે બરાબર સમય બતાવે છે કે નહીં.

આ સેટિંગ ફક્ત એક જ વખત કરવાનું છે.

આટલું કર્યા પછી ચાલો ચાલીએ આપની પોસ્ટ પર જેને આપ નિશ્ચિત તારિખે અને સમયે પબ્લિશ કરવા માંગો છો.

નીચેનું ચિત્ર જોઇને આપ સમજી જશો કે હું શું કહેવા માંગુ છું…

Edit Time Stamp

અહીં Edit Time Stampના ચેકબોક્ષને ટીક કરી દો. આપને જોઇતી તારીખ અને સમય લખીને Publishનું બટન દબાવી દો એટલે આપનું કામ પત્યું.

નોંધ: અહીં સમય ૨૪ કલાકના ફોર્મેટમાં લખવાનો છે. એટલે કે રાતનાં બાર માટે ૦૦, સવારના ૯ માટે ૯, બપોરનાં બાર માટે ૧૨ અને રાતનાં ૯ માટે ૨૧.

આપના અભિપ્રાય અને ખાસ કરીને આપના આ ટીપ્સ વાપર્યા પછીના અનુભવો ચોક્કસ લખશો. આવું બધું આપ પહેલેથી જાણતા હતા? વાપરતા હતા? વિગતે જણાવશો…

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

4 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૨)”

  1. નવા બ્લોગરરો માટે ઉપયોગી માહીતી. ધન્યવાદ.

  2. Mahendra says:

    Thanks, Animesh, I did e-mail you for switching my site in to blog. Whenever you get a chance.

  3. Harish Dave says:

    Nice work, Animesh! Keep it up! It would be very useful to neo-bloggers.

    ….. Harish Dave Ahmedabad

  4. jjkishor says:

    આ પણ એક જબરી શૈક્ષણીક તડાફડી જ સાબીત થાય એમ છે !!
    મારા જેવાને તો રોજીંદું ટ્યુશન મળી ગયું માનો ! આભાર
    અનિમેષ અંતાણીજી ! આવાં કામને અ-નિમેષ રીતે ચાલુ રાખજો; અને હા, એનો અંત આણી ન દેશો ! ખુબ આભાર !!

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.