આજની જોક: આય એમ ધ બોસ!
કર્મચારીઓ સાથેની મિટીંગમાં બૉસ ફરિયાદ કરતા હતા કે તેમને કોઇ માન આપતું નથી.
બીજે દિવસે તેઓ એક નાનકડું પાટિયું લઈ આવ્યા જેના પર લખ્યું હતું “આય એમ ધ બૉસ! (હું સર્વોપરી છું)” અને તેમણે તે પાટિયું તેમની કેબિનના દરવાજા પર લગાડી દીઘું.
બપોરે જમીને જ્યારે તેઓ ઓફિસમાં આવ્યા ત્યારે જોયું તો તે પાટિયા પર કોઈક એક ચિઠ્ઠી ચોંટાડી ગયું હતું. જેમાં લખ્યું હતું કે “બૉસાણીનો ફોન હતો, તેઓ પોતાનું પાટિયું પાછું માગી રહ્યા છે…!”

હા હા… ખૂબ મજા આવી આ વખતે તો!!
milind pandya
4 Jan 08 at 7:04 pm
good one!!
Fresh Air
4 Jan 08 at 10:53 pm
કુણાલ
8 Jan 08 at 12:44 am