ચાલો બનીએ નેટસૅવિ (૧)

By વિનય ખત્રી, January 4, 2008 4:12 pm

પ્રિય મિત્રો,

આજથી એક નવો વિભાગ શરુ કરીએ છીએ “નેટસૅવિ”.

આ વિભાગમાં આપણે ઈન્ટરનેટ, વેબસાઈટ અને બ્લોગને લગતા પ્રશ્નો અને તેના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક ઉપયોગી વેબસાઈટ, બ્લોગ તેમજ તેને લગતા ટુલ્સ અને યુટીલિટીનો પરિચય કરીશું.

આજે આપણે એવી વેબસાઈટનો પરિચય કરીશું જે આપણને ભૂતકાળમાં લઈ જશે! આપણો કે આપણાં મિત્ર કે સંબંધીનો જુનો ફોટોગ્રાફ જોઈને કેવાં રોમાંચિત થઈ જઈએ છીએ. નૉસ્ટૅલ્જીઆ અથવા અતીતમા સરી પડવાનો આનંદ કઈંક ઓર જ છે! ઈન્ટરનેટ પર આપણેને ભૂતકાળમાં લઈ જવા માટે હાજર છેઃ આર્કાઇવ ડૉટ ઓર્ગ.

તો ચાલો, આજથી બે વર્ષ પહેલાં, ૧ જાન્યુઆરી ૨૦૦૬ના સાહિત્યના સરોવર સમી વેબસાઈટ ‘રીડગુજરાતી‘ કેવી દેખાતી હતી તે જોઇએ…

સૌ પ્રથમ http://www.archive.org પર જાઓ. ત્યાં નીચે દર્શાવ્યા પ્રમાણેના બોક્સમાં http:// લખ્યું છે ત્યાં જે તે સાઈટનું એડ્રેસ ટાઈપ કરો અને “ટેક મી બેક” બટન પર ક્લિક કરો.

Take me back

હવે એક પેજ ખુલશે જેમાં આ વેબસાઈટ જ્યારે જ્યારે અપડેટ થઈ હશે તે તારીખોની યાદી આવશે.

Take me back

જેમાં આપને જોઈતી તારીખ પર ક્લિક કરો અને ભૂતકાળમાં સરી પડવાનો આનંદ લ્યો!

આપને આ પેજ દેખાણું હોય તો આપ થઈ ગયા નેટસૅવિ!

આપને આ વિભાગ કેવો લાગ્યો તે જરુરથી જણાવશો. વિષયની પસંદગી, છણાવટ, ભાષા, માહિતી અને મારી સમજાવવાની રીત આપને ગમી કે નગમી તે નિસંકોચ કહેશો. આપને પજવતા પ્રશ્નો લખી મોકલાવશો જેથી અહિ તેનો સમાવેશ કરી શકાય. ચાલો ત્યારે કાલે મળીશું અને નવું કઈંક શિખીશું.

* સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

12 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૧)”

  1. સરસ. આ સાઇટનો ઉપયોગ કરીને અમે ઘણી વખત ક્લાયન્ટને ખુશ કર્યા છે.

  2. આ સારું શોધી લાવ્યા… અમારા જેવા માટે તો આ સાવ નવું જ ગણાય…

  3. milind pandya says:

    it’s very good!!

  4. Bhavna Shukla says:

    hammm…ગજબનું ભાઈ….

  5. Niraj says:

    something new… good.

  6. Haritbhai Pandya says:

    Netsavy was a new nice experience to look back in past.Go on teaching this oldboy Antaniji!!Thanks and JayHatkesh also.

  7. Jignesh says:

    good one………….

    at least to see in the past mirror…..for some used to websites…..

  8. Pinki says:

    really apprecite ur hardwork

  9. મઝા આવી. મેં તો વિવેકભાઈની વેબસાઈટ ચૅક કરી..તેનું જુનું લૅ આઉટ તરતજ જોવા મળ્યું.

  10. dinesh vakil says:

    THANKS TO HIMANSHUBHAI KIKANI FOR HIS “CYBER SAFAR” AT DIVYA BHASKAR SO THAT I AM ABLE TO SEE YOU AFTER SO MANY DAYS OF THE ISSUE & AM ABLE TO BE A NET SAVI.
    THANKS VINAYBHAI FOR SUCH A GREAT EFFORT.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.