Archive for January 4th, 2008
ચાલો બનીએ નેટસૅવિ (૧)
પ્રિય મિત્રો,
આજથી એક નવો વિભાગ શરુ કરીએ છીએ “નેટસૅવિ”.
આ વિભાગમાં આપણે ઈન્ટરનેટ, વેબસાઈટ અને બ્લોગને લગતા પ્રશ્નો અને તેના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક ઉપયોગી વેબસાઈટ, બ્લોગ તેમજ તેને લગતા ટુલ્સ અને યુટીલિટીનો પરિચય કરીશું.
આજે આપણે એવી વેબસાઈટનો પરિચય કરીશું જે આપણને ભૂતકાળમાં લઈ જશે! આપણો કે આપણાં મિત્ર કે સંબંધીનો જુનો ફોટોગ્રાફ જોઈને કેવાં રોમાંચિત થઈ જઈએ છીએ. નૉસ્ટૅલ્જીઆ અથવા અતીતમા સરી પડવાનો આનંદ કઈંક ઓર જ છે! ઈન્ટરનેટ પર આપણેને ભૂતકાળમાં લઈ જવા માટે હાજર છેઃ આર્કાઇવ ડૉટ ઓર્ગ. Read the rest of this entry »
આજની જોક: આય એમ ધ બોસ!
કર્મચારીઓ સાથેની મિટીંગમાં બૉસ ફરિયાદ કરતા હતા કે તેમને કોઇ માન આપતું નથી.
બીજે દિવસે તેઓ એક નાનકડું પાટિયું લઈ આવ્યા જેના પર લખ્યું હતું “આય એમ ધ બૉસ! (હું સર્વોપરી છું)” અને તેમણે તે પાટિયું તેમની કેબિનના દરવાજા પર લગાડી દીઘું.
બપોરે જમીને જ્યારે તેઓ ઓફિસમાં આવ્યા ત્યારે જોયું તો તે પાટિયા પર કોઈક એક ચિઠ્ઠી ચોંટાડી ગયું હતું. જેમાં લખ્યું હતું કે “બૉસાણીનો ફોન હતો, તેઓ પોતાનું પાટિયું પાછું માગી રહ્યા છે…!”
