FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

જોર લગાકે હઈશા…

with 8 comments

આજ સુધીમાં ઘણાં માણસોને વિવિધ વાહનોને ધક્કા મારતાં જોયા જ હશે. ચાલો, આજે આપણે ‘હવા સાથે વાત કરતા’ વિમાનને માણસો દ્વારા ધક્કા મારીને લઈ જતા જોઈએ:

waterjet1

ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન દ્વારા પ્રસારિત આ ચિત્ર જોઇને હસી લીધું હોય તો ચાલો હવે જાણીએ કેમ? ક્યાં? કેવી રીતે?

ગયા વર્ષે ૧૨મી ઓગસ્ટના દિવસે થયેલા ભારે વરસાદને કારણે ચીનના શેન્ડોન્ગ પ્રાંતમાં યાન્તાઈ એરપોર્ટના રનવે પર દોઢ ફૂટ જેટલું પાણી ભરાણું હતું ત્યારે એરપોર્ટ પરના કર્મચારીઓ આ જેટ વિમાનને ધક્કા મારીને સલામત સ્થળે લઈ જતા જોવા મળ્યા હતા.

waterjet2

જરા વિચારો આ લોકોને કેટલી તાકાત લગાવવી પડી હશે… એક તો આટલું મસ મોટું જેટ વિમાન અને વરસાદના ધસમસતા વહેતા પાણીનો પ્રવાહ…

Written by વિનય ખત્રી 'અનિમેષ'

January 3rd, 2008 at 3:22 pm

8 Responses to 'જોર લગાકે હઈશા…'

Subscribe to comments with RSS or TrackBack to 'જોર લગાકે હઈશા…'.

  1. મઝાનો બ્લોગ… નવી વાતો અને નવા વિષય લઈને આવતો બ્લોગ ગુજરાતી બ્લોગ જગતમાં નવી ભાત પાડશે !

    ધવલ

    3 Jan 08 at 6:34 pm

  2. Let’s join them.

    shivshiva

    3 Jan 08 at 6:42 pm

  3. Just thought pass from my head

    What anything happen like this here in US??

    Instead of people you might see cranes

    Fresh Air

    3 Jan 08 at 7:41 pm

  4. Never thought heard or seen! Hats off Antanisaheb!!

    Haritbhai Pandya

    4 Jan 08 at 12:14 am

  5. it is good that aircraft is on land!!!

    Achyut Sanghavi- vora

    7 Jan 08 at 6:59 pm

  6. હવે તો ઈન્ડીયાની બહાર પણ ‘જોર લગાકે હઈશા’ ચાલે છે!!!!!!!!

    Jalashree Pandya

    7 Jan 08 at 7:46 pm

  7. very funny…

    Urmi

    8 Jan 08 at 1:40 am

  8. [...] જોર લગાકે હઈશા… [...]

Leave a Reply