વિશ્વની સૌથી નાની કીટલી
Wu Ruishen નામના ચીનના કુંભાર કામના કુશળ કારીગરે ઘડેલી આ વિશ્વની સૌથી નાની કીટલી છે!
આ કીટલીનું વજન છે ફક્ત ૧.૪ ગ્રામ. અને…
જાણો છો આ કીટલીના રચયિતાની ઉંમર કેટલી છે? ૭૩ વર્ષ!
તેમની કળાકૃતિઓ ચીનના ઘણા મ્યુઝિયમમાં જોવા મળે છે.
હવે આપના છેલ્લા સવાલનો જવાબ પણ આપી દઉં. ના, આમાં એક પણ ક્પ ચા ન આવે, આ ફક્ત શોભાની કીટલી છે…


કીડી અને મંકોડા માટે…!
Jwalant Natvarlal Soneji
2 Jan 08 at 8:09 pm
કીડી અને મંકોડા ઉપર એક જોક યાદ આવી ગયો! છોકરી રુપાળી હતી, પણ તોતડી હતી, જે પણ છોકરાઓ એને જોવા જાય, અને જેવી છોકરા છોકરી જોડે વાતચીતની શરુંઆત થાય એવાજ છોકરો અને છોકરાવાળા ચાલતી પકડે! છોકરીના માબાપને થયું કે આપણી દીકરી માટે મુરતીયો શોધવા માટે હવે એકજ રસ્તો રહ્યો છે.., છોકરા વાળા જોવા આવે ત્યારે દીકરીએ મૉંઢામાંથી એક શબ્દ પણ ઉચ્ચારવો નહીં, નહીં તો એ લોકોને ખબર પડી જશે કે આપડી દીકરી તોતડી છે. કિમીયો કામે લાગ્યો, અને એક છોકરા જોડે લગ્ન થઈ ગયા. જાનની બસમાં વરકન્યાનું જોડું પહેલી સીટ પર બેસેલ, કન્યાના હાથ પર ક્યાંકથી કીડી આવી ને ચડી ગઈ, એનાથી મોટેથી ગભરાહટમાં બુમ પડાઈ ગઈ.., ” તીડી.., તીડી..,તીડી!” ” ના.., ના.., એ, તો, મતોડો છે!” વરરાજાએ જવાબ આપ્યો!
Mahendra Shah
2 Jan 08 at 9:19 pm
હવે એ વાત ખોટી પડે કે,
ચા કરતાં કીટલી વધારે ગરમ !
કારણ કે,
અંદર ચા જ ન હોય તો પછી શું ?
Gaurav
3 Jan 08 at 12:52 am
ચિનાઈ માટીના રમકડા જેવા કીટલી અને કપ-રકાબીતો મારે ત્યા પણ હતા પણ કદની દ્રષ્ટીએ તો આ કીટલી ના વિરાટ અવતાર જેવા જ હતા.
ઘણુ અજબ ભાઈ!!!
Bhavna Shukla
3 Jan 08 at 1:38 am
dear Animesh;
i hope when ever I meet you, you will not show me pic of this કીટલી and offer me tea!!
જોઈ ને જ પેટ ભરાઈ ગયું.
ACHYUT
Achyut Sanghavi- vora
3 Jan 08 at 12:13 pm
don’t worry Achyutbhai,
We will have tea from from world’s largest teapot, look at this: http://lebowskifest.com/images/ach_teapot.jpg
અનિમેષ અંતાણી
3 Jan 08 at 12:50 pm
સંભાળજો પડીને તૂટી ન જાય નહીં તો કીડીબેન અને મંકોડાભાઈ શું પીશે?
shivshiva
3 Jan 08 at 6:47 pm
This is proper for our barbie-doll!! I know બાર્બીબેનને આ કીટલી ગમશે જ!!!!!!
Jalashree Pandya
7 Jan 08 at 7:34 pm