૨૦૦૮નું વર્ષ આજે રાતથી બેસી જશે ત્યારે મારે તમારી સાથે બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે (ગુજરાતી બ્લોગ વિશ્વનો પરિચય મને કેવી રીતે થયો તે આપ ‘ઋણ સ્વીકાર‘ પાના પર વાંચી શકશો).

વિશ્વના બ્લોગ જગતના જાણવા જેવા એક શુભ સમાચાર:

ફોર્બ્સ સામયિક દ્વારા કરાયેલા ‘વિશ્વની ૨૫ પ્રખ્યાત ‘વેબ’ વ્યક્તિઓની યાદી’માં મૂળ ભારતીય એવા ઓમ મલિક નામના બ્લોગર ૧૨મા સ્થાને આવ્યા છે.

આ સમાચાર મેં ૨૭ ડિસેમ્બરના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા.

અભિનંદન.

 

૨૦૦૭ આજે વિદાય લઈ રહ્યું છે ત્યારે મારે તમારી સાથે ગુજરાતી બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે: ગુજરાતી બ્લોગ વિશ્વના આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ભાંગફોડીયા તત્વો કે ખેપાનીઓ વિશે.

જુલાઈ મહિનામાં એક અલગ પ્રકારના બ્લોગનો જન્મ થયો. નામઃ તકરાર http://takrar.wordpress.com આ બ્લોગનો ઉદેશ્ય હતો “છેલ્લા ઘણા સમયથી અમુક તત્વો ગુજરાતી બ્લોગ પર હુમલો કરી રહ્યા છે, અને જાણીતા બ્લોગ પર બ્લોગરો ને હેરાન-પરેશાન કરી નાખે તેવા શબ્દ-પ્રયોગ કરી ને બ્લોગની લોકપ્રિયતા પર પાટુ મારવાના પ્રયાસો કરી રહ્યા છે, આવા તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે આ મંચની સ્થાપના કરવામાં આવી છે, અહિયા દરેકને જવાબ આપવામાં આવશે એ પણ તેઓની જ ભાષામાં” આવા ‘ઉમદા’ હેતુથી શરુ થયેલા આ બ્લોગે નિમ્ન કક્ષાની ભાષા સિવાય કાંઇ આપ્યું નથી. ઘણા સમય સુધી આ બ્લોગ નિશ્કાર્ય હતો પણ હવે એને આ ‘તડાફડી‘ નજરે ચડી ગઈ છે. આ બ્લોગરને અનિમેષ સાથે શું વાંકું પડ્યું છે કે ઉપરા ઉપરી ત્રણ પોસ્ટ લખી કાઢી! Continue reading »

 

ખતરનાક ખેલ અને ડ્રાયવિંગ લાયસન્સ

ખતરનાક ખેલના કિમિયાગર એવા સ્ટન્ટમેનને પૂછ્યું “જીવ જોખમમાં મૂકાય તેવા અખતરા શું કામ કરો છો?” Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME