મેનેજમેન્ટ સ્ટોરી: સસલાનું સંશોધન
એક સુંદર મજાના ખુશનુમા દિવસે જંગલમાં એક સસલો પોતાના દર પાસે બેસીને ટાઈપરાઈટર પર કશુંક ટાઈપ કરી રહ્યો છે ત્યાં એક શિયાળ ત્યાંથી પસાર થાય છે.
શિયાળ: ”શું ચાલે છે?
સસલો: ”સંશોધન”
શિયાળ: ”શું વિષય છે?”
સસલો: ”સસલાઓ શિયાળને કેવી રીતે ખાઈ જાય છે તે વિશે પી.એચ.ડી. કરું છું.”
શિયાળ: ”શું ધડ માથા વગરનો વિષય છે, સસલાઓ શિયાળને ખાઈ જ ન શકે.”
સસલો: “ચાલ મારી સાથે, હું તને દેખાડું…!”
બંને સસલાના દરમાં જાય છે. થોડા સમય પછી સસલો શિયાળના હાડકાને ચાટતો ચાટતો બહાર આવે છે અને પોતાના ટાઈપરાઈટર પર મંડી પડે છે.
થોડી વારમાં એક વરુ ત્યાં આવે છે અને સસલાને એક ધ્યાન થઈને ટાઈપ કરતો જુએ છે.
વરુ: “આ શું લખી રહ્યો છે?”
સસલો: “હું થિસિસ લખી રહ્યો છું કે સસલાઓ વરુને કેવી રીતે ખાઈ જાય છે”
વરુ: “અને તને લાગે છે કે આ ગધેડાને તાવ આવે તેવા વિષય પર તું ડૉકટર થઈ શકશે?”
સસલો: “ચોક્કસ! તને શંકા હોય તો જાતે જોઈ લે..”
સસલો અને વરુ બંને દરમાં જાય છે અને થોડા સમયે એકલો સસલો બહાર આવે છે અને ટાઈપ કરવા લાગી જાય છે.
અંતે એક રીંછ આવીને પૂછે છે: “શું કરે છે?”
સસલો: “હું રિસર્ચ કરું છું કે સસલાઓ રીંછને કેમ ખાય છે.”
રીંછ: ”આ એક અશક્ય અને વાહિયાત વાત છે.”
સસલો: ”ચાલ હું તને (શક્ય) કરી બતાવું…”
અંદરકી બાત: જેવા બંને સસલાના દરમાં પ્રવેશે છે, રીંછના મોતિયા મરી જાય છે. સામે સિંહ ઉભો હોય છે!
મોરલ ઑફ ધ સ્ટોરી: સંશોધનનો વિષય શું છે તે બહુ મહત્વનું નથી, પણ સલાહકાર કોણ છે તે વધારે મહત્વનું છે!

હા હા હા …
Kartik Mistry
26 Dec 07 at 12:31 pm
very very good - moral of the story is the most appropriate
Achyut
Achyut Sanghavi- vora
26 Dec 07 at 12:52 pm
વાહ! વાહ!
hemantpunekar
26 Dec 07 at 2:06 pm
Correct!!!!
Bhavna Shukla
26 Dec 07 at 2:07 pm
i remeber listening moral stories when i was kid,
good one,
Fresh Air
26 Dec 07 at 3:10 pm
જરુરત છે એક નજરની.
Jwalant Natvarlal Soneji
26 Dec 07 at 4:30 pm
આ સિંહ સાચો કૃતજ્ઞ છે. મેનેજમેન્ટ સ્ટોરી નં ૪માં સસલાએ કરેલા ઉપકારનો બદલો મેનેજમેન્ટ સ્ટોરી નં ૫માં વાળી દીધો!
વિનય ખત્રી
26 Dec 07 at 5:13 pm
Really good story dear,
I feel this goes to all masters’s students who are going for or undergoing thesis.
Really excellent…….
You are now turning from tadaphadi to moral boosting…..
good work indeed
Jignesh
27 Dec 07 at 4:07 am
Really good one
B I R E N M I S T R Y
27 Dec 07 at 6:26 am
NICE
pravinash1
28 Dec 07 at 12:59 pm
સુન્દર વાત..
nilam doshi
28 Dec 07 at 4:42 pm
good idea for select guruji
Priyam
6 Jul 08 at 10:38 am