FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

પેન્સિલ વડે અદભૂત કળા

with 11 comments

Heat Waveઈનબોક્ષમાં ‘પેન્સિલ વડે અદભૂત કળા’ નામની ઈમેઈલ જોઈને મને પણ થયું હતું કે હશે કંઇક પેન્સિલ સ્કેચ વિશે, પણ જ્યારે ઈમેઈલ ખોલીને જોઈ તો મારા મનનાં દરવાજા પણ ખૂલી ગયા!

આ કળા એટલે અણીદાર પેન્સિલ અને સપાટ કાગળ પર રચાતી ચિત્રકળાની વાત નથી પણ આતો પેન્સિલો વડે રચાતા ત્રિપરિમાણ શિલ્પકળાની વાત છે, તે પણ પેન્સિલ ઘસ્યા વગર!

Jenniferદક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં જન્મેલી જેનિફર માસ્ટર નામની ફાઈન આર્ટની સ્નાતક પેન્સિલ વડે અદભૂત શિલ્પ બનાવવાની માહેર છે. હજારો પેન્સિલો લઈ તેને એક એક ઈંચ જેટલી કાપી, તેમાં કાણાં પાડી, તેને અણીદાર બનાવી તેમને મણકાની જેમ દોરા કે તાર વડે ગૂંથણી કરી કુદરતી આકારો અને પ્રાણીઓના જીવંત શિલ્પ બનાવે છે. પેન્સિલ એટલે રચનાત્મકતા, સ્ફૂરણા, મથામણ, સંભાવના અને આનંદ એમ તેણી કહે છે. પેન્સિલ સિવાય ખીલી, પિન, મણકા વગરેમાંથી પણ અદભૂત શિલ્પ બનાવે છે! ઘણા વર્ષોથી તે પોતાની આ ‘સાળ વગરની વણવાની’ કળા શીખવે પણ છે. વધુ હું શું લખું? જાતે જોઇલો તેની વેબસાઈટ પર!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

December 25th, 2007 at 1:23 pm

11 Responses to 'પેન્સિલ વડે અદભૂત કળા'

Subscribe to comments with RSS or TrackBack to 'પેન્સિલ વડે અદભૂત કળા'.

  1. સરસ!!

  2. વાહ યાર… ક્યાંથી શોધી લાવો છો આ બધું?!

  3. ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા

  4. dear, what a imagination! not only of jenifer Master but of Animish Antani also. I visited her website. Hats off….
    ACHYUT

    Achyut Sanghavi- vora

    25 Dec 07 at 2:18 pm

  5. nice one…

    Kakasab

    25 Dec 07 at 2:20 pm

  6. ખુબ સરસ અનિમેષભાઈ….
    આ કળા તો જાણવા અને માણવા જેવી છે.
    આભાર!!!

    Bhavna Shukla

    25 Dec 07 at 8:32 pm

  7. હોબીનું બહુ મોટું જગત છે. પશ્ચીમના દેશોમાં તો આ હોબીનો પણ બહુ મોટો બીઝનેસ છે. આપણે ત્યાં પણ શીક્ષણ સાથે હોબીનો વ્યાપ વધે તો \
    મેં આ બાબતમાં ઘણા લેખ લખેલા છે. વાંચો -
    http://rajeshwari.wordpress.com/category/%e0%aa%b9%e0%ab%8b%e0%aa%ac%e0%ab%80-hobby/

    સુરેશ

    26 Dec 07 at 6:29 am

  8. unbelievable.

    pravinash1

    26 Dec 07 at 11:11 am

  9. એક સરસ દુકાન હોબી આઇડિઆઝ નામની, સી.જી.રોડ, અમદાવાદ (અને મુંબઇ તથા પુનેમાં પણ) છે. મુલાકાત લેજો. અનેક હોબી પ્રોજેક્ટ મળે છે..

    Kartik Mistry

    26 Dec 07 at 12:33 pm

  10. હા, http://216.198.194.177/index.asp એજ છે.

    Kartik Mistry

    26 Dec 07 at 12:49 pm

  11. i have installed kakasab toolbar in my pc but one problem for gujarati font plz help me. how i am install gujarati font

    mayank patel

    6 Aug 08 at 8:51 pm

Leave a Reply