વિશ્વનો સૌથી નાનો પિયાનો
થોડા સમય પહેલાં આપણે અહીં વિશ્વની સૌથી નાની વેબસાઈટ વિશે જાણ્યુ. જેમણે તે સાઈટ સર્ફ કરી હશે તેમણે કદાચ પિયાનોનું નાનું ચિત્ર પણ જોયું હશે!
આજે આપણે જાણીશું વિશ્વનો સૌથી નાનો અને વગાડી શકાય તેવા પિયાનો વિશે. અહીં આ ચિત્રમાં તીન દેવીયાં તે પિયાનો વગાડી રહી છે. આ પિયાનો જાપાનની સેગા ટોયઝ કંપની એ બનાવ્યો છે. જાપાનના નાના નાના ઘરોમાં સામન્ય સાઈઝનો પિયાનો રાખવાથી અગવડ થતી હતી. આ ટચુકડો પિયાનો ફક્ત ૭ ઈંચ ઊંચું અને ૧૦ ઈંચ પહોળું છે. આ પિયાનોનું વજન ફક્ત અઢી કિલો છે. રમકડા જેવો દેખાતો આ પિયાનામાં ૮૮ ચાંપો છે અને સામાન્ય પિયાના જેટલાજ ફંકશનો છે. તેનો અવાજ પણ સામાન્ય પિયાના જેવોજ છે. તેની અંદર ‘ઓટો પ્લે’ ફંકશન પણ છે જે Tchaikovsky અને Billy Joelની ધુનો વગાડે છે!
આ પિયાનો અપ્રિલ મહિનાથી વેચાણમાં મૂકવાના છે. કિંમત હશે ૫૦૦ ડૉલરની આસપાસ.
આ પિયાનો ખરીદવાનો વિચાર કરતાં પહેલા એક વાત જાણી લઈએ કે તેની ચાંપો એવડી નાની (4mm) છે કે ફક્ત જાપાનીઓને વગાડવાનું ફાવે આપણી આંગળીઓને સુતારને બોલાવીને થોડી થોડી છોલાવડાવી પડે!

નાનો તંબુરો શોધો ભાઈ!
Haritbhai Pandya
24 Dec 07 at 4:48 pm
અજબ-ગજબ ભાઈ!!!!!!!!
Bhavna Shukla
24 Dec 07 at 6:38 pm
so nice
Neela
25 Dec 07 at 9:04 am
very nice KALAKRUTI, it’s inspire
ghamande sanjay
28 Dec 07 at 5:40 am
good
ghamande sanjay
28 Dec 07 at 5:42 am