Dec 242007
 

Piano Guimp થોડા સમય પહેલાં આપણે અહીં વિશ્વની સૌથી નાની વેબસાઈટ વિશે જાણ્યુ. જેમણે તે સાઈટ સર્ફ કરી હશે તેમણે કદાચ પિયાનોનું નાનું ચિત્ર પણ જોયું હશે!

World’s Smallest Pianoઆજે આપણે જાણીશું વિશ્વનો સૌથી નાનો અને વગાડી શકાય તેવા પિયાનો વિશે. અહીં આ ચિત્રમાં તીન દેવીયાં તે પિયાનો વગાડી રહી છે. આ પિયાનો જાપાનની સેગા ટોયઝ કંપની એ બનાવ્યો છે. જાપાનના નાના નાના ઘરોમાં સામન્ય સાઈઝનો પિયાનો રાખવાથી અગવડ થતી હતી. આ ટચુકડો પિયાનો ફક્ત ૭ ઈંચ ઊંચું અને ૧૦ ઈંચ પહોળું છે. આ પિયાનોનું વજન ફક્ત અઢી કિલો છે. રમકડા જેવો દેખાતો આ પિયાનામાં ૮૮ ચાંપો છે અને સામાન્ય પિયાના જેટલાજ ફંકશનો છે. તેનો અવાજ પણ સામાન્ય પિયાના જેવોજ છે. તેની અંદર ‘ઓટો પ્લે’ ફંકશન પણ છે જે Tchaikovsky અને Billy Joelની ધુનો વગાડે છે!

આ પિયાનો અપ્રિલ મહિનાથી વેચાણમાં મૂકવાના છે. કિંમત હશે ૫૦૦ ડૉલરની આસપાસ.

આ પિયાનો ખરીદવાનો વિચાર કરતાં પહેલા એક વાત જાણી લઈએ કે તેની ચાંપો એવડી નાની (4mm) છે કે ફક્ત જાપાનીઓને વગાડવાનું ફાવે આપણી આંગળીઓને સુતારને બોલાવીને થોડી થોડી છોલાવડાવી પડે!

  6 Responses to “વિશ્વનો સૌથી નાનો પિયાનો”

  1. નાનો તંબુરો શોધો ભાઈ!

  2. અજબ-ગજબ ભાઈ!!!!!!!!

  3. so nice

  4. very nice KALAKRUTI, it’s inspire

  5. good

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME