WMDroad

ધૂળ, ભેજ, વરસાદ, ધૂમ્મસ, કાદવ-કિચડ, ત્રણ ત્રણ હજાર ફૂટ ઉંડી ખાઈઓ, ઠેકઠેકાણે લેન્ડ સ્લાઈડ, ખડકાળ, સાંકડો, સિંગલ લાઈન, બસો અને ખટારાઓથી ભરેલો, ૬૪ કી.મી. લાંબો વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો દર વર્ષે ૨૦૦-૩૦૦ માણસો અને અઠવાડિયે લગભગ ૨૫ જેટલા વાહનોનો ભોગ લે છે.

આટલું વાંચ્યા પછી આપને થયું હશે આ રસ્તો ભારતમાં ક્યાં આવ્યો? જી ના. આ રસ્તો દક્ષિણ અમેરિકામાં બ્રાજીલ નજીક બોલિવિઆમાં આવેલો છે. આ રસ્તો યુંગાસ રોડ કે ઉત્તર યુંગાસ રોડ, ગ્રોવનો રસ્તો, કોરીસિયો રોડ, રોડ ઓફ ડેથ કે મૃત્યુના રસ્તા તરીકે ઓળખાય છે. જુઓ બી.બી.સી.નો રિપોર્ટ અને વિકીનું પાનું.

અન્ય મોસ્કોથી યાકુત્સ્ક અને કાઠમંડુથી એવરેસ્ટ વાળા રસ્તા પણ ઓછા ખતરનાક નથી પણ આ બધાને પછાડી દે તેવો ખતરનાક છે.

એકવાર આ રસ્તે મુસાફરી કરો પછી આપણા સ્થાનિક ખરાબ વળાંક-ખાડા-ખાબોચિયા વાળા ભરચક રસ્તાઓ તો વિશ્વના બહેતરીન રસ્તા લાગવા લાગશે…

  4 Responses to “વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો”

  1. અનિમેષભાઈ……… ખતરનાક ભાઈ ખુબ ડરી ગયા ને માહીતીના ખજાના મા વધારો પણ થયો અને માલામાલ પણ થયા.

  2. અરે અનિમેષભાઈ,

    આ રસ્તે જવુ તો સપનામાં પણ મુશ્કેલ જણાય છે.
    અચ્યુતના જય હાટકેશ

  3. “વળાંકે વળાંકે વળી જાય રસ્તો ” [યાદ છે ને જાણીતા શાયરની આ લીટી ?)
    અને સહેજમાં તો ગળી જાય રસ્તો !

    ભલે જાતરા ના કરો એની ઉપર,
    છતાં સ્વર્ગમાંયે લઈ જાય રસ્તો !

    –ખતરનાક ચીત્ર !

  4. I have passed through such type of roads in my Kailash yatra. may be more dengerous then this

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME