પ્રિય મિત્રો,

આજે ઘણા સમય પછી એક નવી પોસ્ટ મુકી રહ્યો છું. આપના તરફ્થી આવેલા પ્રતિભાવો પર નજર કરતાં જણાય છે કે તડાફડીની આતુરતાથી રાહ જોવાય છે:

  • તડાફડી પર તડાફડી શરુ કરો…
  • હવે કંઇક વધુ તડાફડી કરો, યાર…
  • What is next post…?

આવી કોમેન્ટસ વાંચું છું ત્યારે એક વાતની ખુશી થાય છે કે આપને મારો આ પ્રયત્ન પસંદ પડ્યો છે… આભાર! પણ દિલગીરી સાથે જણાવવાનું કે કોલેજ ચાલુ હોય ત્યારે સમયની ખુબજ મારામારી હોય છે! હમણાં દિવાળી (વેકેશન) નજીક છે એટલે તહેવારોની રજામાં તડાફડી કરવાની મજા પડશે!

તડાફડી કરવા માટે કોઈક મળવું જોઇએને. ગોલમાલભાઈ કોઈ નવા નકલી નામે કોઈક નવા બ્લોગ પર જોડણી સુધારતા હશે, ત્યારે આપણે અહિ એક જોક દ્વારા સિનિયર અને જુનીયર વચ્ચેની તડાફડી માણીએ…

એક મેનેજર અને તેના બે મદદનિશ લંચટાઈમમાં અહીં તહીં આંટા મારતા હતા. રખડતાં રખડતાં રસ્તામાં તેમને અલાઉદ્દીનનો ચિરાગ મળી ગયો. ચિરાગને ઘસતાં તેમાંથી જીન હાજર થયો. “માલિક હુકમ કરો!”

સૌ પ્રથમ એક મદદનિશે કહ્યું: “મને સ્વિઝરલેન્ડના આલ્પ્સની પર્વતમાળામાં એક લાંબા અને ચિતામુક્ત વેકેશન પર જવું છે!”

જીન કહેઃ “જે માલિકનો હુકમ!” એક ફૂંક મારીને  તેને મોકલી દીધો સ્વિઝરલેન્ડ!

હવે બીજો મદદનિશ કહે “મને હવાઈ ટાપુ પર સુંવાળા સંગાથવાળો દરિયા કિનારો જોઇએ.”

જીન કહેઃ “માલિકનો હુકમ સર આંખો પર!” એક ફૂંક મારીને  તેને પહોંચાડી દીધો હવાઈ!

“હવે આપની શું આજ્ઞા છે મેનેજર સાહેબ?” જીન ઉવાચ.

મેનેજર સાહેબ શાંતિથી બોલ્યા: ”આ બેય ડફોળ લંચ ટાઈમ પુરો થાય એટલે ઓફિસમાં તેમની ટેબલ પર હોવા જોઈએ.”

“તથાસ્તુ!”

મોરલ ઓફ ધ સ્ટોરીઃ હંમેશા સિનિયરને પહેલા બોલવા દેવા જોઈએ.

હવે પછીની પોસ્ટ તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે… સાચી જોડણી…ટૂંક સમયમાં

  6 Responses to “આજની જોક: સિનિયર v/s જુનીયર”

  1. સરસ જોક. જુનો અને જાણીતો અને એકદમ યોગ્ય. હું મેનેજર છું ;)

  2. અનિમેષ ભાઈ મઝા પડી, કાશ મને પણ ઓફિસના લંચ ટાઈમ મા અલાઉદ્દીનનો ચિરાગ મળી જાય. ;)

  3. આવો જ એક જોક મારી જાણમાં છે, જેમાં છેલ્લે પોપટનો વારો હોય છે. ;-)

  4. ગુડ જોક!

    મૂળ અંગ્રેજી જોકની પ્રિન્ટ કાઢીને ઓફિસમાં લગાવી દીધી છે…

  5. ભઈલા,

    સિનિયરોને બોલવા દયો છો એ બદલ આભાર. નહીં તો આજકાલની સીરીયલોમાં જુઓ છો ને ‘ચૂપ’

  6. હવે પછીની પોસ્ટ તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે… ટુંક સમયમાં…

    —————
    આ પણ એક જોક જ છે?!!
    જો ન હોય તો હાર્દીક અભીનંદન અને હોય તો ડબલ કે ટ્રબ્બલ અભીનંદન .. એક તરોતાજા , અવનવી જોક કરવા માટે !!!!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

 
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME