Apr 012016
 

પ્રિય મિત્રો,

૯૨/૩૬૬

આજે એક એપ્રિલ. એપ્રિલ ફૂલ બનાવવાનો દિવસ. આજના જ દિવસે ૨૦૦૮માં આ બ્લોગ પોતાના સ્વગૃહે એટલે કે વર્ડપ્રેસના ડોમેઈન/હોસ્ટીંગ પરથી ખસેડાઈને પોતાના ગૃહે એટલે કે ડોમેઈન www.funngyan.com અને હોસ્ટિંગ પર તરતો મૂકાયો હતો.

આ સમયે એક પોસ્ટ બનાવી હતી – અલવિદા… આવજો…! જેમાં એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ હતો, પણ તમે જોજો કે કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય.

ગયા વર્ષની પોસ્ટ (ન વાંચી હોય તો) વાંચી જજો – જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય…! અને તેનો બીજો ભાગ

આ વર્ષ કોણે કેવી રીતે એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ કર્યો તેની માહિતી જેવી રીતે આવતી જશે, અહીં અપડેટ થતી રહેશે…

તમે પણ કોઈને નિર્દોષ રીતે એપ્રિલ ફૂલ બનાવી શકો છો. દા.ત. કાગળમાં કોક્રોચનો આકાર કોતરી તેને લેમ્પના કાચ પાછળ ચોટાડી દો અને જુઓ મજા….

aprils-fool-pranks-421

આ અને આવા બીજા આઈડિયા માટે ક્લિક…!

અપડેટ ૧ઃ

મુર્તજાભાઈનો મેસેજ આવ્યો –  હંર્મેશ પ્રમાણે ગુજરાત સચાચારે તેના વાચકોને એપ્રિલ ફૂલ બનાવ્યા :

gujsama

આખો લેખ વાંચવા ક્લિક – ગુજરાત સમાચાર

અપડેટ ૨:

ICC ने बदला फैसला, अब वेस्टइंडीज के बजाए फाइनल में पहुंची टीम इंडिया – અમર ઉજાલા

amarujala

અપડેટ ૩:

ડિજિટલ ઈન્ડિયા : આજથી એક માસ માટે ફ્રી ઈન્ટરનેટ – સંદેશ (કચ્છ)

sandesh

– વિનય ખત્રી

  3 Responses to “એપ્રિલ ફૂલ બનાયા… તો ઉનકો ગુસ્સા આયા.”

  1. वो दिन कहांसे, जब मियांके पावमें जुती….??? મફત કે ભાવ ઘટાડવાની વાત તો બીલકુલ જવા દયો… આ તો જેટલી રાજ છે….મોદીનું પણ નહીં ચાલતું હોય….ટ્રાઈ કદાચ ભાવ વધારે પણ ખરી….!!!

  2. વિનયભાઇ, આ મફતિયા શબ્દ તો તમારા માટે પણ વાપરી શકાય. કારણકે તમે ફ્રી મળતું વર્ડપ્રેસ, ફેસબુક, ટ્વીટર વગેરે વાપરો છો. કોઇ સગવડ ખાતર વર્ડપ્રેસ.કોમ વાપરે તો તેને મફતિયા ન કહેવાય..

    • સાચી વાત છે. હવા/સૂર્ય પ્રકાશ/પાણી મફતના જ વાપરું છું. સુધારી લીધું છે. મફતિયા શબ્દ હટાવી લીધો છે.

Leave a Reply

%d bloggers like this: