Jan 082008
 

પ્રિય મિત્રો,

આપના તરફથી મળેલા આવકારને કારણે આપનું મનપસંદ અને લાડકું બ્લોગ આજે ૧૧,૦૦૦ હીટ્સના માર્ક પાર કરી ચૂક્યું છે ત્યારે…

તડાફડી ડિસેમ્બર ૨૦૦�: ૪૪૬� વાચકો
 • છેલ્લા દસ મહિનામાં (જેમાં છ મહિનાનો વિરામ હતો) અગિયાર હજાર હીટ્સ નોંધાણી જેમાંથી એકલા ડિસેમ્બર મહિનામાં ૪૪૬૩ જેટલી હીટ્સ મળી. (જુઓ ગ્રાફ)
 • સોમવાર તા ૭ જાન્યુઆરી ૨૦૦૮ના એક દિવસમાં ૪૦૫ જેટલી હીટ્સ થઈ જે આજ સુધીની એક દિવસમાં થયેલી સૌથી વધુ હીટ્સ છે.
 • ૧૭માર્ચ ૨૦૦૭થી આજ સુધી તડાફડી પર ૩૯ જેટલી પોસ્ટ મૂકવામાં આવી અને તેને આપના તરફથી ૩૦૦ જેટલી કોમેન્ટસ મળી.
 • તડાફડીને માણવાવાળા ૧૬ વર્ષથી લઈને ૮૬ વર્ષના છે, તે તેમની ઇમેઇલ દ્વારા જાણવા મળ્યું!
 • તડાફડીના વાચકોની રેન્જ વિશાળ છે. ઈન્ટરનેટ/વેબ/બ્લોગનો કક્કો ન જાણતા નવોડીયાથી લઈ પાંચ-સાત વેબસાઈટ અને ૨૦-૨૫ બ્લોગ પોતાને નામે છે એવા ધુરંધરોય તડાફડી વાંચે છે.
 • બ્લોગ જગતના બાદશાહ/બેગમસાહેબાથી લઈ બ્લોગ જગતના બહારવટિયાઓ પણ તડાફડી પર નજર નાખવાનું ચૂકતા નથી!
 • તડાફડી જ્યારે ૨૦ દિવસમાં ૧૧૦૦થી વધુ હિટ્સ સાથે વર્ડપ્રેસ પર સૌથી વધુ ઝડપથી આગળ વધતું બ્લોગ બન્યું હતું ત્યારે એક પોસ્ટ લખી હતી અને તે પછી આજે આ રીતની પોસ્ટ લખું છું અને હવે ૧૧,૦૦,૦૦૦ના માર્ક પર લખીશ…
 • આટલાં કામો સત્વરે કરવા છે: ૧. જોડણી ભૂલો સુધારી લેવી છે. ૨. કોમેન્ટમાં ગુજરાતીમાં લખી શકાય તેવી સગવડ કરવી છે. ૩. પોતાનું ડોમેઈન નેમ લઈ લેવું છે: અનિમેષ ડૉટ કોમ કે અવું કઇંક, જોઈએ ક્યારે થાય છે…
 • તડાફડી ટુલબારનું કામ પુરજોશમાં ચાલુ છે જે ઉતરાયણ, ૧૫ જાન્યુઆરી પહેલાં બધાને મળી જશે.
 • તડાફડીના તમામ વાચકો અને કોમેન્ટરોનો હ્રદયપૂર્વક આભાર, તેમના વગર આ બધું શક્ય થયું ન હોત!

આ  સમય દરમ્યાન તડાફડીને મળેલાં કેટલાંક કોમ્પ્લિમેન્ટસ:

“Now your blog is becoming total unique” – મૃગેશ શાહ, “રીડગુજરાતી”

“નવી વાતો અને નવા વિષય લઈને આવતો બ્લોગ ગુજરાતી બ્લોગ જગતમાં નવી ભાત પાડશે” – ધવલ શાહ, “લયસ્તરો”

“આ કંઈ ભારે ઊંચકી લાવ્યા, મિત્ર!” – વિવેક ટેલર, “શબ્દો છે શ્વાસ મારા”

“સરસ અને દિલચસ્પ બ્લોગ બનાવ્યો છે” – ઊર્મિબેન, “ઊર્મિસાગર”

“વાહ… ખૂબ સરસ… નવું જ જોયું…” – નીરજ શાહ, “રણકાર”

“Nice work, Animesh! Keep it up!” – હરીશ દવે, “અનન્યા”

“આપના આ વિભાગથી મને ખુબજ ફાયદો થયો છે” – વૈભવ રાણા, “સનાતન જાગૃતિ”

(નેટસૅવિમાં લખી છે તે) “સાઇટનો ઉપયોગ કરીને અમે ઘણી વખત ક્લાયન્ટને ખુશ કર્યા છે” – કાર્તિક મિસ્ત્રી, “મારા વિચારો, મારી ભાષામાં.”

“વાહ… સરસ.. અભિનન્દન” – નીલમ દોશી, “પરમ સમીપે”

“Really excellent, you are now turning from tadaphadi to moral boosting” – જીજ્ઞેશ અધ્યારુ, “અધ્યારુ નું જગત”

“વાહ! સરસ કહેવું પુરતુ નથી એટલે વેરી ગુડ કહું આ પોસ્ટીંગ માટે” – ગોવિંદ દાફડા, “તમામ કચ્છીઓને સાંકળતી કળી”

“તડાફડી ખરેખર તડતડિયા જેવી છે” – પ્રવિણા કડકિયા, “મન માનસ અને મનન”

“આવી નિર્દોષ મજા માણવી ગમે” – ગોપાલ પારેખ, “મા ગુર્જરીના ચરણે…”

“વાહ વાહ… જબરું…” – કુણાલ પારેખ, “જીવન પુષ્પ…”

“Enjoyed your Tadafadi with Golmal and You” – નીલા કડકિયા, “મેઘધનુષ”

“અનિમેષ ભાઈ મઝા પડી” – પ્રતીક નાયક “|| સ્પર્શ ||”

“ક્યારેક તીખું તમતમતું પણ વાચવા મળે તો જરા મજા આવે” – હેમંત પુણેકર, “હેમ કાવ્યો”

“You and golmal are very fuuny” – સાગરિકા

“Netsavvy was a new nice experience to look back in past” – હરીતભાઈ પંડયા

“તડાફડી પર માત્ર જોક્સ નહી પરંતુ જાણવા જેવી માહિતીની પણ જબરી તડાફડી મચે છે” – ભાવના શુક્લ

“તડાફડી પણ રચનાત્મક હોઈ શકે છે” – ગોલમાલભાઈ, વડોદરા

  9 Responses to “તડાફડી અને અગિયાર હજાર વાચકો”

 1. હાર્દીક અભીનંદન. બહુ જ આનંદ થયો.

 2. અરે ! હું નીલા કડકિયા નહીં કે કાડકિયા અને મેઘધનુષ નહીંકે મેઘધનુષ્ય.
  ચાલે પણ અનિમેષભાઈ તમે તો લગે રહો. મઝા આવે છે તમારો બ્લોગ વાંચતા.

 3. માફ કરજો, નીલા આન્ટી. ટાઇપ કરવામાં ભૂલ થઇ હતી જે સુધારી લીધી છે. આપનો આભાર!

 4. કાંઇક જુદા વિષયવસ્તુથી ગુજરાતી નેટ જગતમાં કેવી “તડાફડી” કરી શકાય તેનું ઉદાહરણ તમારો બ્લોગ છે, દોસ્ત! તમારી પાસે દ્રષ્ટિ છે, ઉકળતી ધગશ છે. તમારી પાસે નવા ચીલે ચાલવાની શક્તિ છે. તેનો સદુપયોગ કરી તમારી મૌલિકતા ખીલવશો તો સુંદર કામ આપોઆપ થતાં રહેશે. તમારી સિદ્ધિ અભિનંદનને પાત્ર છે, પણ કાર્તિક ભાઈ કહે છે તે સાચું છે. હીટ કે નંબરની ફિકર છોડો. મતભેદ તો રહેશે. ભલે રહે. વિષયવસ્તુમાં ગુણવત્તા હશે, તો આજે નહીં તો બે વર્ષે પણ તમારો બ્લોગ દીપી જ ઊઠશે. તમારા જેવા નવયુવાનોની દાહક શક્તિ યોગ્ય માર્ગે વિવેકપૂર્ણ રીતે વળતી રહે તો ગુજરાતી ઇંટરનેટ પર પ્રાણ પૂરાતો રહે.
  શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ

 5. કાંઇક જુદા વિષયવસ્તુથી ગુજરાતી નેટ જગતમાં કેવી “તડાફડી” કરી શકાય તેનું ઉદાહરણ તમારો બ્લોગ છે, દોસ્ત! તમારી પાસે દ્રષ્ટિ છે, ઉકળતી ધગશ છે. તમારી પાસે નવા ચીલે ચાલવાની શક્તિ છે. તેનો સદુપયોગ કરી તમારી મૌલિકતા ખીલવશો તો સુંદર કામ આપોઆપ થતાં રહેશે. તમારી સિદ્ધિ અભિનંદનને પાત્ર છે, પણ કાર્તિક ભાઈ કહે છે તે સાચું છે. હીટ કે નંબરની ફિકર છોડો. મતભેદ તો રહેશે. ભલે રહે. વિષયવસ્તુમાં ગુણવત્તા હશે, તો આજે નહીં તો બે વર્ષે પણ તમારો બ્લોગ દીપી જ ઊઠશે. તમારા જેવા નવયુવાનોની દાહક શક્તિ યોગ્ય માર્ગે વિવેકપૂર્ણ રીતે વળતી રહે તો ગુજરાતી ઇંટરનેટ પર પ્રાણ પૂરાતો રહે.
  શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ

 6. કાંઇક જુદા વિષયવસ્તુથી ગુજરાતી નેટ જગતમાં કેવી “તડાફડી” કરી શકાય તેનું ઉદાહરણ તમારો બ્લોગ છે, દોસ્ત! તમારી પાસે દ્રષ્ટિ છે, ઉકળતી ધગશ છે. તમારી પાસે નવા ચીલે ચાલવાની શક્તિ છે. તેનો સદુપયોગ કરી તમારી મૌલિકતા ખીલવશો તો સુંદર કામ આપોઆપ થતાં રહેશે. તમારી સિદ્ધિ અભિનંદનને પાત્ર છે, પણ કાર્તિક ભાઈ કહે છે તે સાચું છે. હીટ કે નંબરની ફિકર છોડો. મતભેદ તો રહેશે. ભલે રહે. વિષયવસ્તુમાં ગુણવત્તા હશે, તો આજે નહીં તો બે વર્ષે પણ તમારો બ્લોગ દીપી જ ઊઠશે. તમારા જેવા નવયુવાનોની દાહક શક્તિ યોગ્ય માર્ગે વિવેકપૂર્ણ રીતે વળતી રહે તો ગુજરાતી ઇંટરનેટ પર પ્રાણ પૂરાતો રહે.
  શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ

 7. અભિનંદન અનિમેષભાઈ,

  આગે બઢતે રહો.. વાંચવાની મને તો મઝા આવે છે..

 8. congrats animeshbhai .. !!! 🙂

 9. તડાફડી… બસ નામ હી કાફી હૈ… Congrets!!!!!!!

Leave a Reply

%d bloggers like this: